Author : MAYUR PATEL
ISBN No : 9789361972669
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
દિલ્હીના સીમાડે અવાવરું જગાએ એક માણસની લાશ મળી આવે છે. લાશની બાજુમાં પથ્થર પર લોહીથી લખેલું હોય છે. ‘...કારણ કે ઈશ્વર ક્યાંય નથી!’ કરોડોપતિ બિઝનેસમૅનની બર્બરતાપૂર્વક કરાયેલી હત્યાને કારણે રાજધાનીમાં ખળભળાટ મચી જાય છે. ઇન્સ્પેક્ટર ઇબ્રાહિમ ખાનની આગેવાનીમાં પોલીસ તપાસ શરૂ કરે છે. મૃતકનાં પરિજનો, મિત્રો અને બિઝનેસ પાર્ટનર્સ શંકાના દાયરામાં આવે છે. એ કેસમાં કશું નક્કર મળે એ પહેલાં રાજસ્થાનના અલવરની પહાડીમાં મળી આવે છે – બીજી લાશ...! વગદાર મોભીને આવે છે – બીજી લાશ...! વગદાર મોભીને પણ અત્યંત કૂરતાપૂરર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને ત્યાં પણ લખાયેલું હતું પેલું વાક્ય : ‘...કારણ કે ઈશ્વર ક્યાંય નથી!’ કોણ છે હત્યારો? શું છે કારણ આ સિલસિલાબંધ હત્યાઓનું...? વેરની વસૂલાત કે વતનપરસ્તી કે પછી ત્રીજું જ કંઈ...? પેલું ગેબીવાક્ય લખીને શું કહેવા માગે છે...? શું દિલ્હી અને રાજસ્થાન પોલીસ એને ઝબ્બે કરી શકશે...? પછી એ સફળ થઈ જશે ત્રીજી હત્યા કરવામાં...? પળે પળે ઉત્કંઠા જગાવતી મર્ડર મિસ્ટ્રી... અવનવા અકલ્પનીય વળાંકોથી ભરપૂર કથાપ્રવાહ... રહસ્યરસમાં તરબોળ એક એવી દાસ્તાન, જે તમને રોમરોમ રોમાંચિત કરી દેશે. --- ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા તેજસ્વી લેખકની નવી જ સનસનીખેજ રહસ્યકથા ‘...કારણ કે ઈશ્વર ક્યાંય નથી!’