Author : TEJAL SHAH
ISBN No : 9789393223012
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
Currently Unavailable - Still you can add in CART.
માણસ બની બીજા માણસને ના સમજ્યા તો કાંઈ નહિ પણ, માણસ થઈ બીજા માણસની લાગણીને ના સમજી શક્યા તો સૌપ્રથમ તો પોતાની જાત અને પછી આખી દુનિયાને ખાખ સમજી શકવાના છો? ટેક્નોલૉજીનો જરૂર કરતાં વધુ ઉપયોગ આપણને જડ બનાવી રહ્યો છે. ‘કંઈક કહેવું છે’માં કહેલી વાતો વ્યક્તિની અંદર મરી પરવારેલી લાગણીને ફરીથી જીવંત કરે છે. આપણાં જ કહેવાતાં લોકોની વચ્ચે રહેવા છતાં, બધી જ સુખ-સુવિધા વચ્ચે રહેવા છતાં આપણે એકલું ફીલ કરીએ છીએ. આપણે જેને આપણી નજીક ગણીએ છીએ તેવા લોકો જ જ્યારે આપણું દિલ દુભાવે છે ત્યારે આપણે આપણી ફરતે ‘લાગણીશૂન્ય’ નામનું સુરક્ષા કવચ બનાવી દઈએ છીએ. જે આપણા જ સારા માટે આપણા જ તરફથી લેવામાં આવેલો આપણો સૌથી ખરાબ કહેવાય તેવો નિર્ણય હોય છે. જો તમે તમારી પોતાની અંદર છુપાઈને રહેતી લાગણીને શોધી કાઢી તેને સમજી લેવાની સમજણશક્તિ ધરાવતા હોવ તો જ અહીં કહેવામાં આવેલી આપણા ઘરમાં અને તેની આસપાસ બનતી હકીકતોમાં છુપાયેલી લાગણીની ભાષા અને તેની સચ્ચાઈ તમને કાચની જેમ આરપાર દેખાશે. અહીં કહેવામાં આવેલી જાણી-અજાણી વાતો ધીરજપૂર્વક સાંભળતાં તમે લાગણીના વિશાળ મહાસાગરમાં ડૂબકી લગાવીને લાગણીની ભીનાશનો સ્પર્શ કરી આવ્યા હોવ તેવો અહેસાસ કરાવશે જેમાં કોઈ જ શંકા નથી. તમે મારી વાર્તાને વાંચી કાઢો તેમ કહેવાના બદલે મારે તમને એવું ‘કંઈક કહેવું છે’ કે એક ચલચિત્રની જેમ તેને ફક્ત, “જુઓ, સાંભળો અને ફીલ કરો!”