Author : BENYAMIN
ISBN No : 9789361979156
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
નજીબની સૌથી મોટી ઇચ્છા અખાતી દેશમાં કામ કરીને ઘર માટે પૂરતા પૈસા કમાવાની છે. તે પોતાનું સ્વપ્ન સાકાર કરે છે, અને પહોંચે છે અખાતી દેશમાં… પણ અહીં પહોંચ્યા પછી શરૂ થાય છે તેના જીવનનું કાળું પ્રકરણ… નજીબ પહોંચી જાય છે સાઉદી રણની મધ્યમાં કોઈ અજાણ્યા અને એકલવાયા વિસ્તારમાં જ્યાં માત્ર ‘ગુલામ’ બકરીઓ હોય છે. ત્યારબાદ એક પછી એક બનતી ભયાનક અને યાતનામય ઘટનાઓ નજીબના જીવનમાં ઝંઝાવાત લાવે છે. આ ગુલામીના કપરા દિવસોમાં નજીબને તેનું ગામ, પ્રેમાળ પરિવાર અને લીલાછમ દૃશ્યની યાદો જીવતો રાખે છે. હા, પેલી ગુલામ, પણ લાગણીશીલ બકરીઓનો સાથ પણ આશ્વાસનરૂપ બને છે. -> શું નજીબ આ યાતનાસ્થળેથી બહાર નીકળી શકશે? -> પીડાદાયક પરિસ્થિતિ વચ્ચે વર્ષો કાઢ્યાં બાદ પણ મુક્તિ મેળવી શકશે? -> ‘ખુલ્લી જેલ’ હોય કે ‘બંધ મન’ – શું તકલીફોમાંથી છૂટીને આઝાદ થવું શક્ય છે? ‘Goat Days’ – ભારતની 10 ઉપરાંત ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને બેસ્ટસેલર બન્યું છે. નજીબના રણજીવનમાં બનેલી એકલતાની પરાકાષ્ઠાને ઝીલતી આ કથા તમને હચમચાવી દેશે.