ANDHARDWEEP

Author : ARVIND TANK

ISBN No : 9789361978227

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


‘હા, હા, મારે જવું પડે છે ખાસ કામ માટે જ. અરે અહીંથી પગ ઊપડતા નથી.’ ‘જો ન આવ્યા ત્રીજા દિવસે તો?’ તે ધીરેથી બોલી હતી. ‘તો હું વિશ્વાસ નહીં કરું. બાબા સાથે ચાલી જઈશ વતનમાં. મારે તમારા વગર રહેવું દુષ્કર છે. બાબા નંઈ લઈ જાય તો ઊંડમાં ડૂબી જએ આખી.’ ‘હું બે દિવસ માટે તો જાઉં છું, તે એમાં આટલો બધો વિરહ? હું થોડો કાયમ માટે જવાનો છું? જ્યારે ને ત્યારે તું ઊંડ ધરાની બીક બતાવે છે. જો હવે ક્યારેય આવી વાત નહીં કરવાની સમજી?’ ‘સારું સારું જલદી આવજો… તમારી વાટ જોઈશ. જલદી આવજો… આવશોને કે વાટ જોવડાવશો?’ ‘ચોક્કસ… આ આપણું વચન.’ *** કથાનાયક પાછા આવીને કથાનાયિકાને મળવાનું વચન આપે છે. શું આ બંને પ્રેમીઓ ફરી પાછાં મળી શકશે? મળશે તો કેવા સંજોગોમાં અને કેવી સ્થિતિમાં? એક નહીં ધારેલું સામાજિક વાવાઝોડું, આ પ્રેમીઓની જિંદગીનાં વહેણને કેવી રીતે બદલી નાખે છે? કહેવાતા ઉજાસના લહેરાતા સાગરમાં બે પ્રેમીઓ પ્રણયટાપુ ઉપર અટવાયાં છે. સામાજિક કુરિવાજોના અંધારાથી ઘેરાયેલો એમનો સંબંધ શું આશાઓનો નવો સૂરજ જોઈ શકશે? આવાં અનેક રહસ્યો પેદા કરતી આ પ્રણયકથા તમને દરેક પ્રકરણે રોમાંચિત કરી દેશે એની પૂરી ખાતરી! તમારાં દિલ-દિમાગમાં `હવે પછી શું?’ નું રહસ્ય સર્જતાં અંધારાંની પાછળ ધબકી રહેલાં અજવાળાંની પ્રેમકથા એટલે અંધારદ્વીપ! તમે એકબેઠકે આ નવલકથા પૂરી કરવાની જીદે ચડી જાઓ તો નવાઈ નહીં!

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories