CHAPTIK AJWALU

Author : VISHAL BHADANI

ISBN No : 9789361975325

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : R R SHETH & CO PVT LTD


આત્મહત્યામાં માણસ પોતાનો જીવ લઈ લે એ અસ્તિત્વનું સૌથી મોટું અપમાન કહેવાય. એને અટકાવવા આપણે સૌએ બનતું બધું જ કરી છૂટવું જોઈએ. પણ, રોજ થોડો થોડો જીવ કપાય એવી નાની-નાની આત્મહત્યાઓનું શું? આજે આપણી આજુબાજુમાં અનેક લોકો હાથે કરીને પોતાના જીવનમાં અંધારું કરીને બેઠાં હોય છે. ચિંતા, નિરાશા, નિષ્ફળતા, ડિપ્રેશન, મૂંઝવણ, ડર, અનિર્ણયાકતા, હાર, અસ્વીકૃતિ જેવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા જીવનને વેંઢારતા હોય છે. કંઈ ન કરવાને કારણે સરવાળે જીવનથી હતાશ થઈને પોતાના નસીબને દોષ આપીને બેસી રહે છે. શું આવું તમે પણ અનુભવો છો? શું આ પરિસ્થિતિનો ઉકેલ છે? કેવી રીતે જીવનના અંધારાને દૂર કરીને સફળતારૂપી તેજસ્વી અજવાળાને પામી શકાય? ઉકેલ છે સાચા જ્ઞાનના પ્રકાશને પામવાનો… આ પુસ્તકમાંથી એ પ્રકાશ તમે ચોક્કસ શોધી શકશો. વાંચો થોડી વાતો… જે સફળતાની ટોચે પહોંચેલા લોકોએ પોતાના જીવનમાં અપનાવી છે… * ભૂતકાળ ગમે તેટલો ખરાબ હોય એમાંથી બહાર નીકળી જ શકાય. * એકસાથે ઘણાં બધાં કામ કરવાથી મગજને નુકસાન જાય છે. * આપણા ગયા પછી પણ એક પ્રેરક વિરાસત છોડવી હોય તો નિયમ બનાવીને એના માટે રોજ થોડો થોડો સમય આપવો પડે. * વખાણ કે ટીકાથી ઉપર ઊઠીને જીવી શકાય. * મક્કમ મનના માનવીઓ પરિવર્તન સ્વીકારે છે. * સવારે વહેલા જાગીને કામ કરનારા લોકોના જીવનમાં જાદુ થાય છે. * કેટલાક લોકો નક્કર કામ કરીને પછી એની વાત કરતા હોય છે. * કેટલાક લોકો કોઈ દિવસ બહાનાં બનાવતાં જ નથી. * એક પ્રોપર શિડ્યુલનો અર્થ રોબૉટ બનવું એવો કદાપિ નથી, પણ પોતાના સમય પર પોતાનો કાબૂ એવો થાય છે. તમારા અત્યારના જીવનને `નવા જીવન’માં બદલી શકવાની તાકાત આ પુસ્તકમાં છે.

 

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories