Author : GEETA MANEK
ISBN No : 9789361977787
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
સોમાલિયાના રણપ્રદેશથી અમેરિકાના વૉગ મૅગેઝિનના કવર સુધી પહોંચેલી મહિલાની દર્દનાક સફરની દાસ્તાન નોંધપાત્ર સંશોધન કર્યું હોવા છતાં મહિલા હોવાને કારણે નોબેલ પારિતોષિક ન મળ્યું ત્યારે ન્યાય મેળવવા ઝઝૂમતી બ્રિટિશ વિજ્ઞાનીની વાત લગ્ન કે ગર્ભાધાન કરવા સામે ચેતવણી આપનાર ડૉક્ટરોની સલાહને અવગણી, ગાંધીબાપુ અને પિતાની નાપસંદગીને દાદ આપ્યા વિના લગ્ન જ નહીં, બે સંતાનોને જન્મ આપી વડાપ્રધાનપદ સુધી પહોંચેલી મહિલાની અંગત-અંગત વાત મુસીબતના દિવસો, કારમી પીડા અને વેદનાને જીવનનો ખજાનો બનાવી વ્યક્તિત્વને અનોખો નિખાર આપનાર હૉલિવૂડની સુપરસ્ટાર બન્યા છતાં છકી ન જનારી અભિનેત્રીની વાત પોતાની શરતે જીવન જીવનાર બદદિમાગ, બદમિજાજ, બિન્ધાસ્ત અને અશ્લીલ વાર્તાઓ લખવાના આરોપસર બદનામ ઉર્દૂ ભાષાની લેખિકાની મિજાજી વાત આ પુસ્તકમાં છે જીવનના ઝંઝાવાતો સામે ટટ્ટાર ઊભી રહેલી આવી કેટલીય મહિલાઓનાં જીવનની એવી વાતો જે હતાશા-નિરાશાના સમયમાં આપણો હાથ ઝાલે છે, આપણને ભાંગી પડવા દેતી નથી અને આપણને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે.