Author : DEVAL SHASTRI
ISBN No : 9789361975455
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
નેવુંના દાયકામાં રાજવાડા નામના નાનકડા શહેરમાં એક યુવાન નોકરી માટે આવે છે. આ યુવાન મિત્રો સાથે પ્રતિજ્ઞા લે છે કે ત્રણ વર્ષ સુધી કોઈ સ્ત્રી તરફ નજર નહીં નાખે. આ પ્રતિજ્ઞા લીધાના ત્રણ જ કલાકમાં કૉલેજમાં ભણતી કેતકીના પ્રેમમાં પડે છે. કેતકીની સાથે રોમાન્સની મધુર યાત્રા શરૂ થાય છે. નેવુંના દાયકાની મસ્ત મજાની આ સફરમાં જોડાવા તમને પણ આમંત્રણ છે. ટેલિફોનના યુગમાં પાડોશીને ત્યાં કૉલ આવે અને સંકોચથી વાત કરવી પડતી હતી, ત્યાંથી માંડીને સચિનની ફટકાબાજી જોઈને સીટીઓ મારતાં, પ્રેમમાં પડીને ‘તું ચીજ બડી હે મસ્ત મસ્ત’ કહેવાની મોસમ હતી. ‘કયામત સે કયામત તક’થી શરૂ થયેલો નવો યુગ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ સુધી પહોંચતાં, ફૅશનથી માંડીને લાઇફસ્ટાઇલ સુધી રોજેરોજ બદલાવનો અનુભવ કરાવતો હતો. કેતકી અને યુવાનની જિંદગીમાં અકારણ હિંસક હુમલો થાય છે. પ્રેમાળ પંખીડાં પાસે ડિપ્રેશન દૂર કરવા મસ્તમધુરા સંવાદોનો એક જ માર્ગ છે. અવિરત ચાલતા રોમાન્સની કથામાં લગ્ન કરીને પ્રેમમાં પડ્યાં અને અંતે ગાઢ દોસ્તી નિભાવવાનો અનેરો ક્રમ બનાવ્યો. કૉલેજમાં ભણતી કેતકી સરવાળે જિંદગીની દોડમાં મૅચ્યોર થતી જાય છે અને યુવાનને પેલી એ જ જૂની જિંદગી જોઈએ છે, જ્યાંથી આ બધાની શરૂઆત થઈ હતી. પ્રેમની મોસમને બિન્દાસ રીતે ઊજવતાં કેતકી માને છે કે, ‘બેડરૂમમાં બધું જ મારી પસંદનું હશે, ઇવન સેક્સ પણ…’ પહેલી ક્ષણથી જ સતત રોમૅન્ટિક પળોમાં વહેતી આ કથા તમને પણ અનુભૂતિ કરાવશે કે, ‘યે મૌસમ ચલે ગયે તો ફરિયાદ કરેંગે...’ જિંદગીની યાત્રામાં અનેક સારાં લોકો તમને પણ મળ્યાં હશે, અસંખ્ય સારા અનુભવો થયા હશે અને તે બધાંને યાદ કરતાં રહેવાનો અનોખો યજ્ઞ એટલે જ આ ‘દસ્વીદાનિયા’… વીતી ગયેલા યુગને ફરી યાદ કરવાની મીઠી વેદના એટલે ‘દસ્વીદાનિયા’…