Author : BHUPAT VADODARIA
ISBN No : 9789361973628
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
પ્રેમની વાત એવી અગાધ છે કે વર્ષોથી લેખકો એના ઉપર લખતા રહ્યા છે, છતાં એનો પાર પામી શકાયો નથી, કારણ કે પ્રેમ એ પોતે જીવનનું બીજું નામ છે. અનેક રીતે, અનેક સ્વરૂપે, અનેક છટાઓમાં એ પ્રગટ થાય છે. અહીં આપેલી આ કથામાં એ પ્રેમસાગરના અગાધ ઊંડાણને તાગવાનો જ એક વધુ પ્રયત્ન લેખકે કર્યો છે, પરંતુ પ્રેમના સાગરના ઊંડાણને તાગવા માટેના કોઈ પણ પ્રયત્ન પછી પણ ઘણું ઘણું બાકી રહી જાય છે, એ જ રીતે આટલું લખ્યા પછી પણ ઘણું ઘણું કહેવાનું બાકી રહી જાય છે. એ કામ હું વાચકો ઉપર છોડી દઉં છું.
કેથેરીન મેન્સફિલ્ડે એવા મતલબનું કહ્યું છે કે સારી કૃતિને ફરી વાંચવાથી એમાંથી નવા જ પ્રકારનો આનંદ માણી શકાય છે. દર વખતે આપણી સામે નવાં દ્વાર ખુલ્લાં થાય છે. આ નવલકથા મેં એકથી વધુ વાર વાંચી છે અને એ વાંચીને એનો વિશિષ્ટ આનંદ માણવાનું હું અન્ય વાચક મિત્રોને પણ આમંત્રણ આપું છું.