Author : RAGHAVJI MADHAD
ISBN No : 9789361978708
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
એક યુવાન અને સ્વરૂપવાન એવી વિધવા સ્ત્રીની આ કથા છે. જીવતરને અવગણી ઘર અને વાડીને લીલી રાખવાના તેના ઓરતાની આ કથા છે.
હજુ તો જીવતરનાં જળમાં છબછબિયાં શરૂ કર્યાં અને સંસારનું સુખ માણવા મળે એ પહેલાં જ તેના પતિનું મૃત્યુ થાય છે.
બીજી બાજુ આધેડ વિધૂર સસરાને – સૂરજને શરમાવે તેવાં વહુનાં રૂપ અને લથબથતાં યૌવનની ચિંતા ઊધઈ જેમ કોરી ખાય છે. આ રૂપ, આ યૌવન… વહુના ઊજળા આયખાને ભરખી તો નહી જાય ને…!?
પ્રેમ, ફરજ, લાગણી, મર્યાદા અને સામાજિક સંબંધોની અણદીઠી આંટીઘૂંટીમાં અટવાતી આ કથા પ્રણયના પાતળા અને નાજુક દોર પર ચાલે છે.