KHALI KHISSE MELAMAN GUJ

Author : BHUPAT VADODARIA

ISBN No : 9789361976001

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


આજનો માણસ આવતીકાલના સુખ માટે સતત દોડતો રહે છે અને બેબુનિયાદ ટેન્શનમાં રહેતો હોય છે. આ નવલકથાના મુખ્ય નાયક રાજાબાબુની વિચારધારા જો એ અપનાવી જીવન જીવવાનું શરૂ કરી દે, તો ઘડીના છઠ્ઠા ભાગમાં એ ટેન્શન ફ્રી થઈ શકે! તો, કઈ છે એ વિચારધારા? રાજાબાબુ પાસે ફૂટી કોડી પણ ન હોય અને એમની પાસે ‘નાખી દેતાં બે-ત્રણ કરોડ રૂપિયા આવવાના છે’ એવી આશા તેમનાં અશક્ય કામો ચપટીમાં શક્ય બનાવી દે છે ત્યારે તમને પ્રશ્ન થશે કે આ ચમત્કાર બન્યો કેવી રીતે?

‘ખાલી ખિસ્સે મેળામાં’ હાસ્યનવલકથાનું મુખ્ય પાત્ર રાજાબાબુ વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણના ‘કૉમન મૅન’ જેવું છે. એક Common Man પોતાને જ C.M. સમજીને જે વૈભવથી રહેવાનું સ્વપ્ન જુએ, એવું સ્વપ્ન, આ કથાનો નાયક વાસ્તવમાં જીવી બતાવે છે, તો એ માટે એ કેવાં કેવાં પ્રયત્નો અને આયોજનો કરે છે?

દુઃખનાં ગાણાં ગાઈને, જિંદગીનો લય ખોરવી નાખવાને બદલે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી, જિવાઈ રહેલી જિંદગીનો લય જાળવી લેવાની કળા રાજાબાબુએ કેવી રીતે વિકસાવી?

વિશ્વખ્યાત હાસ્યલેખક હેન્રી બર્ગસાં કહે છે કે ‘હાસ્ય એ કેવળ બુદ્ધિનો જ વિષય છે, લાગણીનો નથી.’ પણ આ કથાના નાયકે આ માન્યતાને ખોટી પાડી છે. આજના ઍવરેજ માણસ પાસે ભલેને કશુંય ન હોય, તેમ છતાં, જો એ જિંદગીને હળવાશમાં લઈ નક્કી કરે કે મારી પાસે બધું જ હશે – તો એની પાસે એ બધું જ દોડતું આવશે – એવી શ્રદ્ધા જગાડતી આ હાસ્યકથા તમને જિંદગી જીવી જાણવાનું વિટામિન પૂરું પાડશે એમાં શંકા નથી.

એક બેઠકે આ નવલકથા વાંચી લેવાનો સંકલ્પ લેવડાવી, ‘ખાલી ખિસ્સે મેળામાં’ની કથા જિંદગીમાં તમને હસતા-ફરતા અને રમતા કરી દેશે એની પૂરી ગૅરંટી!

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories