Author : VARSHA ADALJA
ISBN No : 9789389858242
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર. એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં સમીકરણ બદલાઇ જાય છે અને શરૂ થાય છે એક ખરાખરીનો ખેલ. અ ડેન્જરસ ગેમ ઓફ ડેથ. એ મૃત્યુ કુદરતી હતું કે પ્લાન કરેલું મર્ડર? વીલમાં કઈ વ્યક્તિને ભાગ આપવાનો છે જે વીસ વર્ષ પહેલાં અદ્રશ્ય થઇ ગઇ છે અને એનું પગેરું શોધવાનું છે ? આ મૃત્યુદંડ કોને આપવાનો છે? કોણ આપશે? ઇટ્સ અને રેસ અગેન્સ્ટ ટાઈમ. રહસ્ય અને રોમાંચ, લાગણી અને પ્રેમની અંત સુધી જકડી રાખતી નવલકથા.